તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
જામનગરના સુભાષ બ્રિજ નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો, મોઢા પર પથ્થર મારી હત્યાની આશંકા
સ્થાનિકોમાં ફફડાટ, પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી : સીસીટીવી ફૂટેજ ના આધારે ઓળખ મેળવવા તપાસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૪ : જામનગર શહેરના સુભાષ બ્રિજ નજીકથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. યુવકના મોઢા ઉપર પથ્થર મારીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, સ્થાનિક લોકોને બ્રિજ નજીક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
મોઢાના ભાગે ગંભીર ઇજાના નિશાન જોવા મળતા હત્યાની આશંકા પ્રબળ બની છે. જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. આ સમગ્ર મામલે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને આસપાસના CCTV ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
