તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 4th November 2026
પરમ દિવસે અમદાવાદથી નીકળી ગયેલા વ્હોરા યુવાનની હળવદ પાસે કેનાલમાંથી લાશ મળી
મહમદ મુફદ્દલભાઇ રાજકોટવાલાએ આર્થિક ભીંસથી કંટાળી પગલુ ભર્યાનું પરિવારજનોનું તારણઃ બાઇક લઇ નીકળ્યો હતો, હળવદ પાસે પેટ્રોલ ખુટતાં ત્યાં જ આપઘાત કર્યો

રાજકોટ તા. ૪: અમદાવાદ રહેતો દાઉદી વ્હોરા યુવાન પરમ દિવસે ત્યાંથી બાઇક લઇને નીકળી ગયા બાદ તેની લાશ હળવદના સુખપર નજીક પાણીની કેનાલમાંથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આર્થિક ભીંસને કારણે ટેન્શનમાં રહેતો હોવાથી આ યુવાન નીકળી ગયા બાદ હળવદ નજીક પેટ્રોલ ખુટી જતાં બાઇક સાઇડમાં રાખી કેનાલમાં કૂદી ગયાનું ખુલ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.
જાણવા મળ્યા મુજબ અમદાવાદ વટવામાં રહેતો મહમદ મુફદલભાઇ રાજકોટવાલા (ઉ.વ.૨૪) નામનો યુવાન પરમદિવસે ઘરે કોઇને જાણ કર્યા વગર તેનું બાઇક લઇને નીકળી ગયો હતો. તેનો ફોન પણ બંધ આવતો હોઇ વ્યાકુળ થયેલા પરિવારજનોએ શોધખોળ ચાલુ કરી હતી. આ દરમિયાન ગઇકાલે હળવદ પોલીસ મારફત વટવા ખાતે પરિવારજનોને જાણ થઇ હતી કે મહમદ મુફદલભાઇની લાશ હળવદ નજીક સુખપરની પાણીની કેનાલમાંથી મળી છે અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો છે.
આ માહિતી મળતાં જ પરિવારજનો રાજકોટ પહોંચ્યા હતાં. કેનાલમાં એક યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં ૧૧૨ પહોંચી હતી. બાદમાં હળવદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતનું બાઇક અને મોબાઇલ ફોન પણ મળ્યા હોઇ ફોન ચાલુ કરી અલગ અલગ નંબર પર કોન્ટેકટ કરતાં સગાનો સંપર્ક થયો હતો. આ યુવાને આર્થિક ભીંસને લીધે આપઘાત કર્યાનું ખુલ્યું હતું. તે માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ અને એક બહેનથી નાનો તથા અપરિણીત હતો. તે ફેબ્રીકેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલમાં પૈસાની ખેંચ હોઇ કંટાળીને નીકળી ગયા બાદ આપઘાત કરી લીધો હતો.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
