News of Sunday, 2nd August 2026
જામનગરમાં રહેણાંક માંકનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો, ચપલા સહિતનો મુદામાલ ઝડપી લેતી જામનગર સીટી બી ડિવિઝન પોલીસ
શહેરમાં સ્વામીનારાયણ નગર, ડ્રીમ સીટી, મામા સાહેબના મંદીર પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો કુલ નંગ-૩૬ કિ.રૂ.૪૬,૮૦૦/- તથા ચપલા નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/-મળી કુલ રૂ.૭૫,૬૦૦ ના મદ્દામાલ પકડી પાડતી જામનગર સીટી 'બી* ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિલીપ્ત રાય (IPS) નાઓ ધ્વારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) તથા મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતીભા (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા સીટી બી ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. એન.એમ.ગઢવીનાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. એમ.એચ.મહેતા તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સીટી બી. ડીવી. પો.સ્ટે.ના સ્ટાફના ધર્મેન્દ્રસિંહ ઘેલુભા વાઢેર તથા નીલેશભાઇ વજુભાઇ ઠાકરીયા તથા સાજીદભાઇ રફીકભાઇ બેલીમને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં સ્વામીનારાયણ નગર, ડ્રીમ સીટી, મામા સાહેબના મંદીર પાસે જુવાનસિંહ બહાદુરસિંહના મકાનમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે તીવી હકીકત આધારે રેડ દરમ્યાન ઇગ્લીશ દારૂની બોટલો કુલ નંગ-૩૬ કિ.રૂ.૪૬,૮૦૦/- તથા ચપલા નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/-મળી કુલ રૂ.૭૫,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઘેલુભા વાઢેરએ ફરીયાદ રીપોર્ટ આપતા પો. હેડ કોન્સ. જયપાલસિંહ કે. જાડેજા નાઓએ આરોપી-જુવાનસિંહ બહાદુરસિંહ વાળા વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી પોલીસ ઈન્સ.એન.એમ.ગઢવી તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. એમ.એચ.મહેતા તથા એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, રાજેશભાઇ વેગડ, પો.હેડ.કોન્સ. ક્રીપાલસિંહ સોઢા, ઓસમાણભાઇ સુમરા, સંજયભાઇ પરમાર તથા પો.કોન્સ. સાજીદભાઈ બેલીમ, કલ્પેશભાઈ અઘારા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, રવિકાંત રાઠૌર, કપીલભાઇ ગુજરીયા, જયદીપસિંહ જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, નિલેશ વજુભાઇ ઠાકરીયા દ્વારા કરવામાં આવેલ છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
