<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

ગોંડલમાં મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો પકડાઇઃ આરોપી એજાજની શોધ

કાર સહિત ૮.૧૨ લાખનો મુદામાલ કબ્‍જેઃ બી ડિવીઝન પોલીસનો દરોડો

રાજકોટ તા.૧૮: ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર કારમાંથી બી ડિવીઝન પોલીસે મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો પકડી પાડી કુલ૮.૧૨ લાખનો મુદામાલ કબ્‍જે કરી આરોપીની શોધખોળ હાથધરી છે.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા દ્વારા દારૂ-જુગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે બી ડિવીઝન પોલીસે વોરાકોટડા રોડ ઉપર પંચપીરની ધાર નજીક વોકળા નીતેથી હ્યુન્‍ડાઇ કંપનીની આઇ-૨૦ કાર જીજે-૦૩-કેસી ૮૮૪૭ માં ગેરકાયદેસર રીતે ઇંગ્‍લીશ દારૂ (૧) જોની વોકર ડબલ બ્‍લેક સ્‍કોચ વ્‍હીસકી નંગ-૧૨, (ર) ધી ગલેનલીવેટ ૧૨ એજ સીંગલ મોલ્‍ટ સ્‍કોચ વ્‍હીસ્‍કી નંગ-૧૧, (૩) જોની વોકર ગોલ્‍ડ લેબી રીઝર્વ બ્‍લેન્‍ડ સ્‍કોચ વ્‍હીસ્‍કી નંગ-૫ તથા (૪) ગ્રે.ગુજ વોડકા બોટલ નંગ-૬ કુલ બોટલ નંગ ૩૪ કિ.રૂ.૩,૧૨,૭૦૦ તથા કાર મળી કુલ ૮,૧૨,૭૦૦/- મુદામાલ કબ્‍જે કરી આરોપી એજાજ ઉર્ફે કેસેટ યુસુફભાઇ સલોટ રે.આવાસ કવાર્ટર ગોંડલની શોધખોળ હાથધરી છે.

આ કાર્યવાહી જે.પી. રાવ પોલીસ ઇન્‍સપેકટર, એએસઆઇ મદનસિંહ ચોૈહાણ, એચસી શકિતસિંહ મનુભા, પીસી સુરપાલસિંહ જયદેવસિંહ, પીસી ઓમદેવસિંહ વનરાજસિંહ, પીસી વીપુલભાઇ ધનજીભાઇ, પીસી હીતેન્‍દ્રસિંહ રાયુભા, ડબલ્‍યુપીસી નીમુબેન દ્વારા કરવામાં આવેલ છે.

(11:31 AM IST)