<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

જોડીયાની ટીમ્બડી ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીનના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો

ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો તથા ચપલા તથા બીયર ટીન મળી કુલ કિ.રૂ.૪૨,૩૭૦ ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી, જામનગર-એલ.સી.બી.

જામનગર: નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય(IPS) નાઓએ જામનગર જીલ્લામા દારૂ જુગારના કેશો કરવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામા દારૂ જુગારના કેશો કરવા અંગે એલ.સી.બી. ના પો.ઇન્સ.ને સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસોએ દારૂ જુગારના કેશોસોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના સુમીતભાઈ શીયાર તથા, અજયભાઈ વીરડાને મળેલ ખાનગી હકિકત આધારે જોડીયા તાલુકાના ટીંબડી ગામની સીમમા આવેલ વાડીની ઓરડીમાં અશોકસિંહ ટેમુભા જાડેજા જાતે ગીરા ( ઉ.વ.૩૦ )ધંધો ખેતી (રહે.ટીંબડીગામ તા.જોડીયા જી.જામનગર વાળા)એ ભારતીય બનાવટની વિદેશી દારૂના ચપલા બોટલ તથા ટીન નંગ- ૧૫૪ કિ.રૂ.૪૨,૩૭૦ના મુદામાલ સાથે મળી આવતા પોલીસ કોન્સ ભયપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દારૂનો જથ્થો સપ્લાયર રામદેવસિંહ જાડેજા (રહે.કચ્છ વાળા) ને પકડવાની કાર્યવાહી ચાલુ છે

  આ કાર્યવાહી પો.ઇન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, ધનશ્યામભાઈ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, ધમેન્દ્રસિંહ જાડેજા, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા,, યુવરાજસિંહ ઝાલા, સુમીતભાઈ શીયાર, કિશોરભાઈ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ભયપાલિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

(11:05 PM IST)