તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
આટકોટ અંબાજી મંદિર પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ

આટકોટ, તા.૯: અંબાજી મંદિર પાસે આવેલ ખેતરમાં કોટડા પીઠા થી બળધોઈ તરફ જતી નર્મદા ની લાઈન માં ભંગાણ પડતાં ખેતરમાં પાણી વહી નીકળ્યા હતા ખેતરમાં ઉગાડેલ મગફળી કપાસ નાં પાકને નુક્સાન થયું તેમજ ખેતરમાં નું પણ ધોવાણ થયું છે વાડી નાં માલીક દીનેશભાઈ અસલાલીયાએ જણાવ્યું હતું કે મારાં ખેતરમાં આ નર્મદા ની લાઈન માં ભંગાણ પડ્યું હતું અને મારાં પાકને ભારે નુક્સાન થયું છે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઈપ બે મીટર ઉંડાઈ પાઈપ લાઈન દાડવાની હોય પણ તેની જગ્યાએ માત્ર તેમણે દોઢ ફુટ જ પાઈપ દાડી છે મહામહેનતે અમે પાક નું વાવેતર કર્યું છે પણ આ લાઈનમાં ભંગાણ થતાં પાક પર પાણી ફરી વળ્યા અને ખેતર નું ધોવાણ થયું છે આનું જવાબદાર કોણ આ પહેલા પણ નુકસાન થયું હતું ત્યારે અવારનવાર આ નુકસાન થાય છે ત્યારે જવાબદારી કોની રહેશે ખેડુતો ને આ ભંગાણ થી નુકસાન થયું છે
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
