News of Thursday, 5th November 2026
ધ્રોલમાં અગમ્ય કારણોસર પરિણીતાનું અગ્નિસ્નાનઃ મોત નિપજતાં અરેરાટી
વાણંદ શેરીમાં રહેતા ચેતનાબેન રાઠોડે જાતે કેરોસીન છાંટી જીવન ટૂંકાવ્યું: પોલીસે એ.ડી. નોંધી તપાસ હાથ ધરી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૫: ધ્રોલમાં જૈન દેરાસર સામે આવેલી વાણંદ શેરીમાં રહેતા કિશોરભાઈ મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. ૫૩, ધંધો વાણંદકામ)ના પત્ની ચેતનાબેન કિશોરભાઈ રાઠોડ (ઉ.વ. ૪૫)એ ગત તા. ૪ નવેમ્બરના સાંજના આશરે સાડા સાત વાગ્યા પહેલાં પોતાના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર પોતાની જાતે શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝી જવાથી તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું.
આ બનાવ અંગે કિશોરભાઈ રાઠોડે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે પોલીસે એ.ડી. નોંધી તપાસ હાથ ધરી કાયદેસરની પરિણીતાએ કયા સંજોગોમાં આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સી.જે. જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
