તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
મોરબી જિલ્લાની સરકારી શાળાઓનું SSC બોર્ડમાં ઝળહળતું પરિણામ.
મોડેલ સ્કૂલ મોટી બરાર, સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચી અને રાજપર શાળાએ મેદાન માર્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી/માર્ચ 2026 માં લેવાયેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં મોરબી જિલ્લાના માળીયા (મિ.) સરકારી શાળાઓએ ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવીને શિક્ષણ ક્ષેત્રે પોતાનો ડંકો વગાડયો છે.
મોડેલ સ્કૂલ-મોટીબરારનું 95.56% પરિણામ
માળીયા (મિયાણા) તાલુકાની મોડેલ સ્કૂલ-મોટીબરારના વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષામાં 95.56% ઝળહળતું પરિણામ મેળવી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. શાળામાં ડાંગર દેવાંગીબેન 98.82 PR સાથે પ્રથમ, મોવર સલમાબેન 98.38 PR સાથે દ્વિતીય તેમજ ચાવડા સ્નેહાબેન 97.23 PR સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના અથાગ પરિશ્રમથી મળેલી આ ભવ્ય સફળતા બદલ શાળાના આચાર્ય બી. એન. વિડજાએ તમામ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચી અને રાજપર શાળાએ મેદાન માર્યું છે.
મોડેલ સ્કૂલ-મોટીબરારનું 95.56% પરિણામ, સાર્વજનિક હાઈસ્કૂલ-ખાખરેચીનું ધોરણ 10 માં 91.84%
રાજપર માધ્યમિક શાળાનું ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં 100% ઝળહળતું પરિણામ આવ્યુ છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
