હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખંભાળિયાના વિરમદળ ગામના રોડ પર આસીફ ઓસમાણ લાખાની ઘાતકી હત્યા : દેવભૂમિ-દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક મીત રૂડરાલ સહિતના કાફલાએ અજ્ઞાત આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા : જુઓ વિડિયો
કિંમતી દાગીના પહેરવાના શોખીન પ્રૌઢની હત્યા કરનારા અજાણ્યા હત્યારાઓ સામે કુરેશ કસાઈ સમાજમાં ભારે આક્રોશ : મોડી રાત્રે મૃતદેહ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડાતાં અગ્રણીઓ અને યુવાનોના ટોળેટોળા ઉમટ્યા

ખંભાળિયા : દેવભૂમિ-દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના રોડ પર એક આધેડ વયના યુવાનની નિર્મમ અને ઘાતકી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હત્યાના આ ગંભીર અને સનસનાટીભર્યા બનાવની વિગત એવી છે કે, ખંભાળિયાના હજામપાડા વિસ્તારમાં રહેતા અને શરીરે કિંમતી સોના-ચાંદીના દાગીના પહેરવાના ભારે શોખીન એવા ૫૪ વર્ષીય આસીફ ઓસમાણ લાખા (જ્ઞાતિ: કુરેશ કસાઈ) નામના આધેડની વિરમદળ ગામ નજીક અજાણ્યા શખ્સો દ્વારા કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. આ ક્રૂર હત્યાકાંડને પગલે સ્થાનિક રહીશો સહિત સમગ્ર પંથકના લોકોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો:
હત્યાના આ બનાવની જાણ થતાં જ દેવભૂમિ-દ્વારકા જિલ્લાના પોલીસવડા જયરાજસિંહ વાળા તેમજ નાયબ પોલીસ અધિક્ષક મીત રૂડરાલ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સહિતની પોલીસની અલગ-અલગ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ ગંભીર મામલાની ઝીણવટભરી વિગતો મેળવીને કાયદેસરનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ભયાનક હત્યા પાછળ લૂંટનો ઇરાદો છે કે કોઈ અંગત અદાવત, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરીને અજ્ઞાત આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સમાજના ટોળેટોળા ઉમટ્યા:
બીજી તરફ, આ કરપીણ હત્યાના બનાવ બાદ મોડી રાત્રે મૃતક આસીફ ઓસમાણ લાખાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (પી.એમ.)ની પ્રક્રિયા માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતાં જ જામનગર કુરેશ કસાઈ જમાતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના યુવાનો સરકારી જી.જી. હોસ્પિટલના પીએમ રૂમ ખાતે એકત્રિત થઈ ગયા હતા. હોસ્પિટલ પરિસરમાં દોડી આવેલા સમાજના લોકોએ આ ઘાતકી હત્યાના બનાવ અંગે ભારે આક્રોશ અને રોષ વ્યક્ત કર્યો હતો, અને નિર્દોષ પ્રૌઢની હત્યા કરનારા અજાણ્યા નરાધમોને પોલીસ વહેલામાં વહેલી તકે પકડી પાડી કડક સજા કરે તેવી માંગ કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે કાયદાકીય તપાસનો દોર તેજ કર્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
