તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Monday, 27th July 2026
દેવભૂમિ દ્વારકામાં ૨૦૦ને નોટિસ ફટકાર્યા બાદ બુલડોઝર ફરી વળ્યું
નેશનલ હાઇવે પરના ગેરકાયદે દબાણો હટાવવા નેશનલ હાઇવે ઓથોરિટીના ઇજનેર વત્સલ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ અને રેવન્યુની સંયુક્ત કામગીરી શરૂઃ ઓનેસ્ટ હોટલથી હાથીગેટ સુધી ૪ દબાણો હટાવાયા : દ્વારકાથી હર્ષદ સુધીના વિસ્તારમાં ૧૫૦ નોટિસો અને કુરંગાથી ખંભાળિયા સુધીના વિસ્તારમાં ૫૦ નોટિસો આપવામાં આવી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૭: દેવભૂમિ દ્વારકા નેશનલ હાઇવે પર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે આજે સવારથી મોટું ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI ના મુખ્ય અધિકારી અબ્દુલ્લા ખાન દ્વારા અગાઉ નોટિસો આપવામાં આવી હતી. તેના પગલે આજે સવારે ૮:૦૦ વાગ્યાથી NHAI ના ઇજનેર વત્સલ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્રને સાથે રાખીને કામગીરી શરૂ કરવામાં આવી છે.
દ્વારકાની ઓનેસ્ટ હોટલથી દ્વારકાના હાથીગેટ તરફના વિસ્તારમાં દબાણો હટાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૪ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આ અભિયાનમાં હાઇવે પર ગેરકાયદે બનાવેલા ચડવાના રસ્તા, રસ્તા બંધ કરીને કરેલા ગેપ અને અન્ય તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં દ્વારકાથી હર્ષદ સુધીના વિસ્તારમાં ૧૫૦ નોટિસો અને કુરંગાથી ખંભાળિયા સુધીના વિસ્તારમાં ૫૦ નોટિસો આપવામાં આવી છે.દ્વારકાના આથગેટ સુધીનું કામ પૂર્ણ થયા બાદ આજે બપોરે હાથીગેટથી કુરંગા સુધીના વિસ્તારમાં આવતા દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે. હાલ ઓનેસ્ટ હોટલથી દ્વારકા તરફ ડિમોલિશનની કામગીરી ચાલુ છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
