<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

રાત્રે જામનગરમાં રાવણદહન

પ્રદર્શન ગ્રાઉન્‍ડમાં રાવણ, મેઘનાદ, કુંભકર્ણના વિશાળ પુતળા તૈયાર કરાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૦: જામનગરના પ્રદર્શન ગ્રાઉન્‍ડ ખાતે યોજાનારા ભવ્‍ય રાવણદહન કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કાર્યક્રમની પૂર્વસંધ્‍યાએ ગઇકાલે સ્‍થળ પર રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાં તૈયાર કરીને ઊભાં કરી દેવામાં આવ્‍યાં છે.

રાવણદહન કાર્યક્રમને લઈને પ્રદર્શન ગ્રાઉન્‍ડ ખાતે ઉત્‍સવનો માહોલ જોવા મળી રહ્યો છે. દશેરાના પર્વ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં આજે સાંજે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું ભવ્‍ય દહન કરવામાં આવશે.

અસત્‍ય પર સત્‍યના વિજયના પ્રતીક સમાન આ રાવણદહન કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્‍યામાં શહેરીજનો ઉમટી પડશે તેવી અપેક્ષા છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્‍ડ ખાતે યોજાનારા આ કાર્યક્રમને લઈને નગરજનોમાં ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે

(12:17 PM IST)