તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Thursday, 5th November 2026
પોરબંદર જિલ્લામાં રાત્રે ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.પ, જિલ્લામાં આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાની ચુસ્ત અમલવારી સુનિヘતિ કરવા નિવાસી અધિક કલેક્ટર શ્રી આશિષ મિયાત્રા દ્વારા જિલ્લાના નાગરિકો, વેપારીઓ સહિત તમામ લોકોને જાહેરનામામાં દર્શાવેલી માર્ગદર્શિકાઓ અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.
નિવાસી અધિક કલેક્ટર શ્રી આશિષ મિયાત્રાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં રાત્રે ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૬:૦૦ વાગ્યા સુધી કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ફેલાવતા સિરીઝવાળા (લૂમ) ફટાકડા તેમજ ચાઇનીઝ તુક્કલ ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર સંસ્થા દ્વારા અધિકળત ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવેલા અને નિર્ધારિત ધ્વનિ સ્તર (Decibel Level) ધરાવતા માન્ય ફટાકડાનું જ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરી શકાશે અને ફટાકડાનું વેચાણ પણ માત્ર લાઇસન્સ ધરાવતા વેપારીઓ જ કરી શકશે.
આ ઉપરાંત, હોસ્પિટલ, ર્નસિંગ હોમ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ફટાકડા ફોડવા પર તિબંધ રહેશે. જિલ્લામાં આવેલી ચોપાટી, અસ્માવતી રિવરફ્રન્ટ, જાહેર રસ્તાઓ, બજારો, ગલીઓ, પેટ્રોલ પંપ, એલપીજી પ્લાન્ટ, ગોડાઉન તેમજ હવાઈ મથકની નજીકના વિસ્તારોમાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં.વધુમાં, કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત, વેચાણ કે ઉપયોગ કરવા પર પણપ્રતિબંધ રહેશે.
જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે દિવાળીના તહેવારોની ઉજવણી થાય તેમાટે નાગરિકો અને વેપારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું પાલન કરે તેવી નિવાસી અધિક કલેક્ટરશ્રીએ અપીલ એક યાદીમાં કરી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
