<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

લ્યો હવે નકલી ઈંગ્લીશ દારૂ: કચ્છના સત્તાપર ગામેથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ : પૂર્વ કચ્છ એલસીબીનો સપાટો : ૯ લાખનો મુદ્દામાલ જપ્ત : કેમીકલ, જામુન ફ્લેવરના લેબલ જપ્ત : જુઓ વિડીયો

અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સતાપર ગામે એલ.સી.બી.એ સતાપર તરફ જતા રોડ પર ઓરડીમાં ચાલતી ઇલેક્ટ્રિક ફિલિંગ મશીનવાળી ફેક્ટરી પર રેડ પાડી : રૂ. 8.09 લાખનો દારૂ, બોટલો, કેમિકલ અને સાધનો કબ્જે : ૪ ઝડપાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫:  પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામની સૂચના મુજબ દારૂની હેરાફેરી અટકાવવા એલ.સી.બી.ની ટીમ સત કાર્યરત છે. આ દરમિયાન બાતમી હકીકત મળતા અંજાર પો.સ્ટે વિસ્તારના સતાપર ગામે સુનીલ આશરામ માતા તથા તેના મળતીયાઓ ગોવિંદન પતસિંહ સતાપર ગામ તરફ જતા રોડે અડીને આવેલ વાડાની ઓરડીમાં કેમિકલ યુક્ત ડુપ્લિકેટ ઇલેક્ટ્રિક દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવે છે તેવી બાતમી મળી હતી.

       એલ.સી.બી.ની ટીમે જરૂરી વર્કઆઉટ કરી ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ઘરમાં હાજર મળી આવેલ. ત્યાંથી વિદેશી દારૂની ભરેલી તથા ખાલી બોટલો, ટાંકા, બોટલોમાં દારૂ ભરવા માટેનું પેટ્રોલીક ઇલેક્ટ્રિક મશીન, બોટલો ઉપર ઢાંકણા લગાવી સિલ કરવા માટેની મશીન તથા પ્રવાહી કેમિકલ વગેરે મળી આવેલ. 

      જેથી એલ.સી.બી.એ આધિકારીની હાજરીમાં પ્રાથમિક તપાસ કરતા ડુપ્લિકેટ દારૂ બનાવતો હોવાનું જણાતા જગ્યાએથી મળી આવેલ નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી અંજાર પો.સ્ટે.માં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    જપ્ત કરેલ મુદ્દામાલની વિગત.મેજિક મોમેન્ટ્સ ફ્લેવર્ડ વોડકા 180 ml ની ભરેલી પ્લાસ્ટિકની બોટલો નંગ-1059, કિંમત રૂ. 2,52,920,ખાલી બોટલો 180 ml ક્ષમતાની જંબલી કલરના પ્લાસ્ટિકની ખાલી બોટલ નંગ-9300, કિંમત રૂ. 93,000,દારૂ ભરવાની મશીનરી  ઇલેક્ટ્રિક ફિલિંગ મશીન રૂ. 40,000, સિલ કરવાની 2 મશીન રૂ. 20,000, 200 લીટરના પ્લાસ્ટિક ડ્રમના પારદર્શક કેમિકલ જેવું 900 લીટર રૂ. 3,00,000, દારૂ જેવું દ્રવ્ય 300 લીટર રૂ. 1,45,000, ઢાંકણા, સ્ટીકર, હોલોગ્રામ, મોટર, પ્લાસ્ટિકના ડ્રમ, મોબાઇલ ફોન વગેરે મળી કુલ મુદ્દામાલ રૂ. 8,09,920 જપ્ત કરાયો છે.

     સુનિલ આશરામ માતા આહીર, ઉ.વ. 29, રહે. સતાપર, તા. અંજાર, રમણભાઈ હીરાસિંહ ગુજેલ, ઉ.વ. 29, રહે. સતાપર, તા. અંજાર,કિશોર નાગજીભાઈ વ્યાસ, રહે. અંતરજન, તા. ગાંધીધામ,રાજેશ ઉર્ફે રાજુ રઘુભાઈ પ્રજાપતિ, રહે. ડેકારમનગર, આદિપુરની ધરપકડ કરી છે.

    આ કામગીરી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.વાળા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

 

 

(12:01 PM IST)