તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 7th October 2026
મોટા લીલીયામા શ્રી તુલજા ભવાની માતાના સાનિધ્યમાં તણસોલીયા દવે પરિવાર દ્વારા વાર્ષિક યજ્ઞ

રાજકોટ, તા.૭: અમરેલી જિલ્લાના મોટા લીલીયા ખાતે સતત છેલ્લા ૨૯ વર્ષથી શ્રી બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના તણસોલીયા દવે પરિવારના કુળદેવી શ્રી તુલજા ભવાની માતાજીના સાનિધ્યમાં યજ્ઞ ધામધુમથી ઉજવાય છે. જેમાં તણસોલીયા દવે પરિવારના કુટુંબીજનો સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત રહી માં તુલજા ભવાનીની આરાધના કરે છે.આ વર્ષે પણ પરંપરા મુજબ ૩૦ માં વાર્ષિક યજ્ઞનું આયોજન આગામી તા.૧૫/૧૧/૨૦૨૬ ને કારતક સુદ છઠના દિવસે રવિવારે મોટા લીલીયા મુકામે કરાયુ છે.
આ વર્ષના યજમાન સંતોષભાઈ ભરતભાઈ દવે,હાલ ગાંધીનગર (જલાલપુર વાળા) છે. તણસોલીયા દવે પરિવારના કુટુંબીજનોને મોટા લીલીયા મુકામે યજ્ઞપર્વમાં ઉપસ્થિત રહેવા શ્રી તુલજા ભવાની સેવાસમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.વધુ માહિતી માટે જીગ્નેશ પી. દવે(મો.નં.૯૪૨૮૨૫૪૭૦૨) અથવા યોગેશ ડી.દવે(મો. નં.૯૧૦૬૧૫૦૬૧૦)નો સંપર્ક કરવા જણાવ્યું છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
