તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
જામનગરમાં ‘બાય બાય નવરાત્રી - દિવ્યાંગોનો રાસોત્સવ’: દિવ્યાંગ બાળકોના રાસે સૌના દિલ જીત્યા : ૐ ટ્રેનિંગ સેન્ટરનું હૃદયસ્પર્શી આયોજન : સાંસદ પૂનમબેન માડમે સંસ્થા અને દિવ્યાંગ ભાઈ-બહેનોને પાઠવ્યા અભિનંદન : જુઓ વિડીયો
આવા કાર્યક્રમો દિવ્યાંગોને પોતાની પ્રતિભા અને લાગણીઓ વ્યક્ત કરવાની તક આપે છે, સાથે જ સમાજમાં સમાનતા, સંવેદનશીલતા અને સમાવેશની ભાવનાને પ્રોત્સાહન આપે છે : પૂનમબેન માડમ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ : જામનગર તા. 23 - શહેરમાં ૐ ટ્રેનિંગ સેન્ટર દ્વારા અનોખા ‘બાય બાય નવરાત્રી - દિવ્યાંગોનો રાસોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આગવી કલાત્મક અભિવ્યક્તિ રજૂ કરી હતી અને પરંપરાગત ઉત્સવ પ્રત્યેનો ઉમળકો દર્શાવ્યો હતો.
રાસોત્સવમાં સહભાગી બનેલા દિવ્યાંગોની ખુશી, ઉત્સાહ અને અભિવ્યક્તિએ ઉપસ્થિત સૌના હૃદયને સ્પર્શી લીધા હતા.
આ હૃદયસ્પર્શી આયોજન બદલ જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે ૐ ટ્રેનિંગ સેન્ટરની સમગ્ર ટીમને તેમજ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ દિવ્યાંગ ભાઈઓ-બહેનોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દિવ્યાંગોને પોતાની પ્રતિભા અને લાગણીઓ વ્યક્ત કરવાની તક આપે છે, સાથે જ સમાજમાં સમાનતા, સંવેદનશીલતા અને સમાવેશની ભાવનાને પ્રોત્સાહન આપે છે. નવરાત્રીના પરંપરાગત ઉત્સવને સૌ સાથે મળીને ઉજવવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
