<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

‘ઇટ્રા ખાતે હાડકાની ઘનતા માપવા તેમજ સબંધિત રોગ માટે કેમ્‍પ'

જામનગર કાયચિકિત્‍સા વિભાગ દ્વારા આયોજનં

જામનગર, તા.૪: આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્‍થાન, જામનગરના કાયચિકિત્‍સા વિભાગ દ્વારા હાડકાંની ઘનતા અને સબંધીત રોગો માટે કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં તા. ૬ નવેમ્‍બર શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૨ દરમિયાન સિટી બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન સામે આઈ.ટી.આર.એ. હોસ્‍પિટલમાં ઓ. પી. ડી. રૂમ નંબર ૮, કાયચિકિત્‍સા વિભાગ ખાતે રહેશે.

જેમાં દરદીઓને હાડકાની ઘનતા માપી આપવામાં આવશે તે ઉપરાંત સંબંધીત રોગો જેમ કે ઓસ્‍ટિયોપોરોસિસ, ઓસ્‍ટીઓપિનીયા અને હાડકાની ઘનતાના વિવિધ રોગોનું નિદાન તથા સારવાર નિઃશુલ્‍ક કરવામાં આવશે.

સામાન્‍ય રીતે ૨૫૦ થી ૪૦૦ રૂપિયામાં થતો બોન માસ ડેન્‍સિટી ટેસ્‍ટ વિનામૂલ્‍યે કરી આપવામાં આવશે જેનો લાભ લેવા સંસ્‍થાના ડાયરેક્‍ટર પ્રો. ડો. તનુજા નેસરી દ્વારા જણાવવામાં આવ્‍યું છે

(10:47 AM IST)