તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
કાલે સાંજે સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પ્રચારના પડધમ બંધ
રવિવારે યોજાનાર મતદાન માટે તંત્ર એલર્ટઃ કાલે ૫ વાગ્યા બાદ ડોર ટુ ડોર પ્રચાર ગ્રૂપ મિટીંગો

રાજકોટ, તા.૨૩: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં તા.૨૬ને રવિવારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે મતદાન થશે. આ માટે કાલે શુક્રવારે સાંજે ૫ વાગ્યા થી પ્રચાર પડધમ શાંત થશે.
સૌરાષ્ટ્રની મહાપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીના જાહેર પ્રચારના પડધમ આવતીકાલ શુક્રવારે સાંજે ૬ વાગ્યે શાંત થઈ જશે. મતદાનના બે દિવસ પહેલા ઉમેદવારો દ્વારા છેલ્લી ઘડી સુધી મતદારોને રિઝવવા ડોર ટુ ડોર અને ગ્રુપ બેઠકો ઉપર ફોકસ વધારવામાં આવશે.
જાહેર પ્રચાર આડે માત્ર એક દિવસ બાકી છે ત્યારે ઉમેદવારો દ્વારા પોતાના મત વિસ્તારમાં રેલી, જાહેરસભાના ફટાફટ આયોજનો કરી મતદારોને રિઝવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ઉમેદવારો માટે પ્રચારમાં આવેલા અન્ય જિલ્લાના વ્યક્તિઓને શુક્રવારે સાંજના ૬ વાગ્યા પહેલા જિલ્લો છોડી દેવાની સુચના સરકારી તંત્ર દ્વારા ઉમેદવારોને આપી દેવામાં આવશે. મતદાન આડે માત્ર ૪૮ કલાક ંસ બાકી હોવાથી ઉમેદવારો દ્વારા ડોર ટુ ડી ડોર પ્રચાર અને ગ્રુપ મીંટીંગોનો કર ધમધમાટ શરૂ કરવામાં આવશે. સ મહાપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયત વિસ્તારમાં અનેક જગ્યાએ ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ડેમેજ કંટ્રોલ માટે બેઠકો કરવામાં આવશે એટલુ જ અમુક બેઠકો ફાઈટીંગવાળી હોવાથી મતદારોને અંકે કરવા માટેના સત્રાજ લેવલની બેઠકોનું પણ અત્યારથી જ આયોજન કરી લેવામાં આવ્યું છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, મોરબી જિલ્લામાં સમાવિષ્ટ મોરબી મહાનગરપાલિકા તેમજ વાંકાનેર, ટંકારા અને માળિયા(મ) નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. આ સાથે જ મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની તમામ પાંચ તાલુકા પંચાયતો (મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા, માળિયા(મી)) ની સામાન્ય ચૂંટણીઓ માટે પણ આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીઓ માટે મતદાન અને મત ગણતરી અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે.
સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તેમજ મતદાન અને મતગણતરીના દિવસો દરમિયાન વહીવટી સંકલન જળવાઈ રહે તે હેતુથી મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની કચેરી ખાતે ખાસ ચૂંટણી કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી, માર્ગદર્શન કે રજૂઆતો માટે નાગરિકો અને હિતધારકો કન્ટ્રોલ રૂમના ટેલિફોન નંબઃ ૦૨૮૨૨-૨૪૩૩૦૦, ૦૨૮૨૨-૨૪૩૪૩૫ તથા ઇ-મેઇલ એડ્રેસઃ collector. mor. sthaniksw@ gmail.com નો સંપર્ક કરી શકશે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરશ્રીની દેખરેખ હેઠળ આ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે તેવું અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી નિવાસી અધિક કલેકટરની યાદીમાં જણાવાયું છે.
જૂનાગઢ
(વિન જોશી દ્વારા) જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રિઝર્વ સહિત કુલ ૨૪૯૯ ઇવીએમ તૈયાર કરી સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણપણે પારદર્શક રીતે ઇવીએમ કમિશનિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં ઇવીએમમાં ઉમેદવારોના નામ અને પ્રતીક ધરાવતું બેલેટ પેપર લગાવવા સહિતની કામગીરી કરવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ૧૯૦ રિઝર્વ સાથે કુલ ૧૧૪૩ ઇવીએમ તૈયાર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે જિલ્લાની તમામ ૯ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૩૧૮ રિઝર્વ સાથે કુલ ૧૨૭૧ ઇવીએમ ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત કેશોદ નગરપાલિકાની ચૂંટણી માટે પણ ૨૭ રિઝર્વ ઇવીએમ સાથે કુલ ૮૫ ઇવીએમ તૈયાર કરવામાં આવ્યા છે અને આ ઇવીએમને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે.
આ પૂર્વેમામલતદારશ્રી/ચૂંટણી અધિકારી શ્રીઓને ઇવીએમની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇવીએમ કમિશનિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
