તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 2nd June 2026
જામનગરમાં કેન્સર કેર કાઉન્સીલ દ્વારા નો ટોબેકો ડે નીમીતે વ્યશન મુકિત જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

જામનગરઃ કેન્સર કેર કાઉન્સીલ દ્વારા દર વર્ષની માફક નો ટોબેકો ડે નીમીતે વિવિધ સ્થળો એ વ્યશન મુકિત જન જાગળતિ અભિયાન નુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતુ આ કાર્યક્રમમાં મુખ્ય હેતુ જાહેર જનતાને તમાકુ, માવો, મસાલો, દારૂ, સીગારેટ, જેવા વ્યસનોથી દુર રહેવા જાગળતી લાવવાનો હતો આ કાર્યક્રમમાં નાટકો, પ્રાસંગીક પ્રવચનો, પોસ્ટર, પ્રદર્શન દ્વારા જુદા જુદા સ્થળોએ કાર્યક્રમ કરવામાં આવેલ હતો. કેન્સર કેર કાઉન્સીલના પ્રમુખ વિઠલભાઈ ધોળકીયા દ્વારા જણાવેલ કે વ્યશનો દ્વારા આજનુ યુવાધન ૧ લૂંટાઈ રહયો છે. અને પરીવારો બરબાદ થઈ રહ્યા છે. કેન્સર પણ દિવસે દિવસે વધતુ જાય છે. એક વ્યકિતને વ્યશન મુકિત કરશુ એ પૂણ્યનું કામ ને સમાજ સેવા છે. જેથી યુવા વર્ગ તેમજ અન્ય નાગરીકો એ વ્યશન નો ત્યાગ કરવા સેવાયજ્ઞમાં જોડવા લોકોને અનુરોધ કરેલ છે. આ કાર્યક્રમમ પોસ્ટર પ્રદર્શન દ્વારા નવયુકત મેયર મોનીકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, યોગ કોચ હર્ષિતાબેન મહેતા, યોગ ટેનર સોનલબેન ચૌહાણ, કળપાબેન કાનાણી, ભાવનાબેન જોષી, ઉપાબેન ગાંધી, શારદાબેન ભુવા પટેલ, મીતાબેન દોશી, નયનાબેન ચુડાસમા, ડો. કલોલા સાહેબ, નુપાબેન મકવાણા, દ્વારા પોસ્ટર પ્રદર્શન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનાબેન રાણા, અલ્કાબેન મહેતા, મુસ્કાન મકવાણા, ધ્રુવીબેન સોમપુરા એ જહેમત ઉઠાવી.(તસ્વીરઃ કિંજલ કારસરીયા)
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
