તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
કચ્છની ૪ પાલિકાના સુકાનીઓ જાહેર: ભુજ, માંડવી, મુન્દ્રા-નખત્રાણામાં નવા ચહેરાઓને તક
કચ્છ કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં હોદ્દેદારોની વરણી; ભુજમાં શીતલભાઈ શાહ પ્રમુખ, માંડવીમાં વર્ષાબેન જોશી, મુન્દ્રામાં ભોજરાજભાઈ ગઢવી અને નખત્રાણામાં વસંતભાઈ વાઘેલા પ્રમુખ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : રાજ્યની સાથે કચ્છ જિલ્લાની ચાર નગરપાલિકાઓના નવા સુકાનીઓની આજે તા. 19-05-2026ના રોજ જાહેરાત કરવામાં આવી છે. કચ્છ કમલમ મધ્યે આયોજિત બેઠકમાં ભુજ, માંડવી, મુન્દ્રા અને નખત્રાણા નગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરાયા હતા. મોટે ભાગે નવા ચહેરાઓને સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું છે.
ભુજ નગરપાલિકા
પ્રમુખ તરીકે શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ તરીકે બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ ગોર અને દંડક તરીકે રૂપલબેન ચાવડાની વરણી કરવામાં આવી છે.
માંડવી નગરપાલિકા
પ્રમુખ પદે વર્ષાબેન જોશી, ઉપપ્રમુખ મુકેશભાઈ રાબડીયા, કારોબારી ચેરમેન વિજયભાઈ ગઢવી, શાસક પક્ષના નેતા વિજયભાઈ ચૌહાણ અને દંડક તરીકે જીગરભાઈ ધાયાણીની નિમણૂક થઈ છે.
મુન્દ્રા નગરપાલિકા
પ્રમુખ તરીકે ભોજરાજભાઈ ગઢવી, ઉપપ્રમુખ આશાબેન સોરઠીયા, કારોબારી ચેરમેન ધર્મેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષના નેતા દિલીપભાઈ ગોર અને દંડક તરીકે પ્રકાશભાઈ ઠક્કરની વરણી કરાઈ છે.
નખત્રાણા નગરપાલિકા
પ્રમુખ પદે વસંતભાઈ વાઘેલા, ઉપપ્રમુખ દમયંતીબેન ડાયાલાલ સેંઘાણી, કારોબારી ચેરમેન ચંદનસિંહ આર. રાઠોડ, શાસક પક્ષના નેતા સવિતાબેન દરજી અને દંડક તરીકે જાગૃતિબેન ઠક્કરની પસંદગી કરવામાં આવી છે.
ચારેય નગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂક બાદ વિકાસ કામોને વેગ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
