તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 30th June 2026
પોરબંદર પાસે રીણાવાડાના રબારી પરિવારની કારને અકસ્માત :દાનાભાઇ સાજણભાઈનું કરૂણમોત :પાંચને ઇજા
ધાર્મિક કાર્યક્રમમાંથી પરત આવતા કારનું ટાયર ફાટ્યું

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : પોરબંદર પાસે રીણાવાડાના રબારી પરિવારની કારને અકસ્માત નડ્યો છે વિસાવાડા નજીક કારનું ટાયર ફાટતા આ કાર સામે રીક્ષા સાથે અથડાઈ જતા રીણાવાડાના રબારી પરિવારના દાનાભાઇ સાજણભાઇ ગોસિયા ( ઉ.વ.55 ) નું મોત નીપજ્યું છે , આ રબારી પરિવાર ભાવપરા ગામે ધાર્મિક કાર્યકાર્મમાંથી કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો
આ અકસ્માતમાં ધાજાબેન પરબતભાઇ ગોસિયા, રૂડીબેન પરબતભાઇ,ભીખીબેન દાનાભાઇ, માનવ કાનાભાઇ અને માયા કાનાભાઇ ને ઇજા પહોંચી હતી
ઇજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
