તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
કાર ઉંટ સાથે અથડાતા જામનગરના ભાર્ગવ ચેતરીયાનું મોતઃ પાંચને ઇજા
જામનગર- દ્વારકા હાઇવે ઉપર દુર્ઘટનાઃ પાંચ મિત્રોને ઇજાગ્રસ્ત હાલતમાં ખંભાળીયા ખસેડાયાઃ દ્વારકા દર્શન કરીને પરત ફરતી વખતે અકસ્માત સજાર્યો

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૩૦: દેવભુમી દ્વારકા- જામનગર હાઇવે ઉપર ઉંટ રોડ પર આડે આવતા સર્જાયેલ અકસ્માતમાં જામનગરના એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાધીશના દર્શન કરી જામનગર પરત ફરી રહેલા મિત્રોની કારને નડયો હતો. અકસ્માત હાઇવે પર કાર સામે અચાનક ઉંટ આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું કરૂણ મોત થયેલ. જયારે પ મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સ્થાનિકોની મદદથી૧૦૮ મારફતે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતના સમાચાર મળતા જ ખંભાળિયા હોસ્પિટલ ખાતે સ્વજનોના ટોળેટોળા ઉમટયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરધાણ નીકળ્યો હતો. આ અકસ્માતમાં જામનગરના ભાર્ગવ પીઠાભાઇ ચેતરીયાનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે અને કાર્તિક નિરજભાઇ અને કૈલાશ આહીર સહિત પાંચને સામાન્ય ઇજાઓ થઇ હતી. રખડતા ઢોરને કારણે વધુ એક મૃત્યુના બનાવ નેશનલ હાઇવે પર થયો છે.(
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
