હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીમાં ૧૦૮ સાથે કાર અથડાઇઃ ઇએમટી તબીબને કમરમાં ફ્રેકચર
તબિબ યશવંતીબેન દાફડાને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૩૧: મોરબીમાં જેલ રોડ પર ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે એક કાર ધડાકાભેર અથડાતાં ૧૦૮ના ઇએમટી મહિલા તબીબને કમરમાં ફ્રેકચર થઇ જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જાણવા મળ્યા મુજબ મુળ ગીર સોમનાથના અને હાલ મોરબી શનાળા રોડ પર હાઉસીંગ બોર્ડમાં રહેતાં યશવંતીબેન ડાયાભાઇ દાફડા (ઉ.વ.૨૩) મોરબીમાં ૧૦૮માં ઇએમટી તબીબી તરીકે ફરજ બજાવતાં હોઇ ૨૮મીએ રાતે ૩:૩૦ વાગ્યે જેલ રોડ પરથી દર્દીને લેવાનો કોલ આવતાં તે પાઇલોટ સાથે તે તરફ જતાં હતાં ત્યારે વિજય ટોકીઝ નગર દરવાજા પાસે અચાનક એક કાર બંબાટ સ્પીડથી આવી હતી અને ૧૦૮માં ડ્રાઇવર સાઇડમાં ધડાકાભેર અથડાતાં પોતે અંદર ફંગોળાઇ ગયા હતાં. આને કારણે કમરમાં ગંભીર ઇજા થઇ હતી.
મોરબી સારવાર માટે દાખલ થતાં કમરમાં ફ્રેકચર થયાનું નિદાન થતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. તેણી બે ભાઇ અને એક બહેનમાં નાના છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી સીટી પોલીસને જાણ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
