તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 21st April 2026
ભાવનગરમાં ફિલ્મી સ્ટાઈલે દારૂ ભરેલી કાર ઝડપાઈ
૧૧૨ બોટલ દારૂ સાથે બે શખ્સો દબોચાયા, કુલ ૭.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૧: ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ મોડી રાત્રે પેટ્રોલિગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સીદસર રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન સુરત તરફથી આવી રહેલી એક હોન્ડા કાર નં. જીજે-૧૦-છ-૫૭૫૭ ને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ઉભી રાખવાને બદલે પૂરઝડપે હંકારી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને સીદસર ગામ પાસે આવેલ નાળા નજીકથી આ કારને આંતરી લીધી હતી.
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછમાં ડ્રાઈવર સીટ પર રહેલ ગોપાલ રાણાભાઈ મેર (રહે. સીદસર, ભાવનગર) અને બાજુની સીટ પર બેઠેલ અર્જુનભાઈ મેરાભાઈ ચબડ (રહે. સરતાનપર, ભાવનગર) નામના શખ્સો હોવાનું ખુલ્યું હતું. આ બંને શખ્સો સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ભાવનગરના ફુલસર ગામમાં રહેતા હરેશ ગોવિદભાઈ આલગોતર માટે મંગાવવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે વિદેશી દારૂની ૧૧૨ બોટલ (કિમત રૂ. ૩,૪૨,૪૮૦), કાર (કિમત રૂ. ૩.૬૫ લાખ) અને મોબાઈલ મળી કુલ રૂ. ૭,૦૮,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ અંગે વરતેજ પોલીસ મથકમાં ઝડપાયેલા બે શખ્સો અને દારૂ મંગાવનાર હરેશ આલગોતર સહિતના કુલ ૪ લોકો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
