તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 24th July 2026
ભારે વરસાદ વચ્ચે વીરપુર જવાના માર્ગે તેલ હોકરા નદીના પૂરમાં કાર તણાઇઃ૨ લોકો હોવાની આશંકા
રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવેથી સ્વામિનારાયણ ગુરુકુલથી વીરપુરના રસ્તા પર બનાવ : જેતપુર ફાયર અને પોલીસ દ્વારા શોધખોળ શરૂ

( જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૨૪ : સૌરાષ્ટ્રમાં વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે.ગત રાતથી વરસી રહેલા ભારે વરસાર્દંને કારણે વીરપુર યાત્રાધામ જવાના માર્ગ પર તેલ હોકરા નદીમાં પૂર આવ્યું હતું.
આ દરમિયાન નેશનલ હાઇવેથી સ્વામિનારાયણ ગુરુકુલ થઈને વીરપુર જવાના રસ્તા પર એક કાર પૂરના પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
સ્થાનિકોના દાવા મુજબ કારમાં બે વ્યક્તિઓ સવાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ જેતપુર ફાયર વિભાગ અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું.
તંત્ર દ્વારા કાર અને તેમાં સવાર લોકોની શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદ અને નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન નદી-નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થાય. મામલતદાર કચેરી દ્વારા પણ સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
