તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ભાવનગરના મહુવાના ઉંચા કોટડા દરિયાકિનારે ભરતીના પાણીમાં ફસાઈ કાર : ટ્રેક્ટરની મદદથી બહાર કઢાઈ
દરિયાકિનારે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવા અંગે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા

ભાવનગરના મહુવા તાલુકાના ઉંચા કોટડા દરિયાકિનારે ભરતીના પાણીમાં કાર ફસાઈ જતાં યાત્રાળુઓમાં દોડધામ મચી હતી. ચામુંડા માતાજીનાં દર્શન માટે આવતા યાત્રાળુઓ દરિયાકિનારે વાહનો પાર્ક કરવા મજબૂર બની રહ્યા છે, કારણ કે ત્યાં પાર્કિંગની યોગ્ય સુવિધા નથી. અમાસ અને એકમના કારણે દરિયામાં ભરતી-ઓટનું પ્રમાણ વધતાં બીચ પર પાર્ક કરેલી કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. કારને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી. ટ્રેક્ટર સાથે કારને બાંધી ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાને પગલે દરિયાકિનારે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવા અંગે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
