તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
ભાવનગરના ખડસલીયા ગામના યુવાનના મળી આવેલ મૃતદેહના કિસ્સામાં બનાવ હત્યાનો નીકળ્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૨૮: ભાવનગર નજીક આવેલા ઉખરલા-માળનાથ રોડ પરથી પ્લમ્બિંગનું કામ કરતા ૨૯ વર્ષીય યુવકની માથા અને છાતીના ભાગે બોથડ તથા ધાતક હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રથમ દૃષ્ટિએ પોલીસને આ બનાવ અકસ્માતનો જણાયો હતો, પરંતુ મળતદેહ પર ઇજાના ગંભીર નિશાન મળી આવતા આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પોલીસે ગુનામાં હત્યાની કલમ ઉમેરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની વિગતો અનુસાર, મૂળ ખડસલીયા ગામના વતની અને હાલ ભાવનગરના ચિત્રા રોડ સ્થિત શિવપાર્ક-૩ ખાતે રહેતા મુશાભાઈ હિંમતભાઈ ડાભી (ઉ.વ. ૨૯) પ્લમ્બિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત તા. ૨૪/૧૦/૨૦૨૬ના રોજ બપોરે તેઓ કામ સમજાવીને નીકળ્યા બાદ રાત્રે ઘર પરત ફર્યા નહોતા અને તેમનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા.
દરમિયાન, તા. ૨૫/૧૦/૨૦૨૬ના સવારે પરિવારજનોને મુશાભાઈનું ઉખરલા ગામ પાસે અકસ્માત થયું હોવાની માહિતી મળી હતી. આથી પરિવારજનો તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઉખરલા-માળનાથ રોડ પર પહોંચતા ૧૧૨ પોલીસ વાનની હાજરી વચ્ચે રોડથી નીચે ઢાળમાંથી મુશાભાઈ ચતી હાલતમાં લોહીલુહાણ સ્થિતિમાં મળત મળી આવ્યા હતા.
બનાવના સ્થળે તપાસ કરતા થોડે દૂરથી મળતકનો લોહીવાળો શર્ટ, મોટરસાયકલ અને મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા મળતદેહનો કબજો મેળવી પી.એમ. અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે મળતકના મોટાભાઈ દીપકભાઈ હિંમતભાઈ ડાભીની ફરિયાદના આધારે વરતેજ પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૧૦૩(૧) (હત્યા) હેઠળ ગુનો નોંધી પી.આઈ. એચ.કે. સોલંકીએ આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
