News of Thursday, 30th July 2026
કેશોદમાં મિલની ઓફિસમાંથી ૧.૧૨ લાખની રોકડ રકમની ચોરી
તસ્કરો ટેબલના ડ્રોવરનો લોક તોડી હાથ ફેરો કરી ગયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૦: કેશોદમાં મિલની ઓફિસમાંથી ૧.૧૨ લાખની રોકડ રકમની ચોરી કરી તસ્કરો નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.કેશોદમાં પાટીદાર નગરમાં રહેતા અને સોંદરડા બાયપાસ પાસે મિલ ધરાવતા અનીલભાઇ વીઠ્ઠલભાઇ બરવાડીયાની મિલમાં તસ્કરો ખાબકયા હતા. રાત્રિના સમયે મીલની ઓફીસના ઉપરનો રૂમનો દરવાજો કોઇપણ રીતે ખોલી ઓફીસમાં પ્રવેશ કરી ઓફીસમાં રહેલ ટેબલના ડ્રોવરનો લોક તોડી તેમાં રહેલ રૂ. ૧,૧૨,૩૦૦ ની રોકડ રકમની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.આ અંગે વેપારીએ ગઈકાલે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
