News of Saturday, 1st August 2026
માળિયાના જૂના ઘાંટીલામાં પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી પશુપાલક ગેલાભાઈ કાતીયારનું કરુણ મોત
ડેરીયારીના નાલા પાસે ઢોર ચરાવતી વખતે સર્જાયેલી કરુણાન્તીકા : સ્થાનિક તરવૈયાઓએ મુશ્કેલીથી મૃતદેહ બહાર કાઢ્યો

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: માળિયા (મી.) તાલુકાના જૂના ઘાંટીલા ગામમાં એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગામમાં ઢોર ચરાવવા ગયેલા એક પશુપાલકનું પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી નીપજેલા અકાળ મૃત્યુથી સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. આ બનાવ અંગે જૂના ઘાંટીલા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને પ્રાથમિક અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે.
જૂના ઘાંટીલા ગ્રામ પંચાયતના અહેવાલમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગેલાભાઈ નોંધાભાઈ નામની વ્યક્તિ સાંજે ગામના સીમ વિસ્તારમાં ઢોર ચરાવવા ગયા હતા. આ સમયે ડેરીયારીના નાલા પાસે તેઓ અચાનક પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા હતા અને પાણીમાં ગરકાવ થઈ જવાથી તેમનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ ગેલાભાઈનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
