<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

ભૂજના નાના વરનોરા ગામે ગોૈવંશનું કતલખાનુ ઝડપાયુ

ભૂજ તા.૬: લોકલ ક્રાઇમબ્રાંચ પヘમિ કચ્‍છ-ભુજના પો.ઇન્‍સ. એ.એમ. મકવાણા તથા પોલીસ સબ ઇન્‍સ. જે.બી. જાદવ, એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્‍ધસિંહ રાઠોડ, પો.હેડકોન્‍સ. નવિનકુમાર જોષી, પ્રવિન્‍દ્રસિંહ ચોૈધરી, રાજેન્‍દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, શકિતસિંહ ગઢવી, જીવરાજભાઇ ગઢવી, શ્‍યામ ગઢવી, પો.કોન્‍સ. ભરતભાઇ ગઢવી, મહિલા પો.હેડકોન્‍સ. રાજીબેન  મકવાણા દ્વારા નાના વરનોરા ગામના ઈબ્રાહીમ ઈશા અબડા તથા ખાલીદ ઈશા અબડા તથા ઓસમાણગની ઉર્ફે કારો ઈસ્‍માઈલ મમણ ભેગા મળી ઈબ્રાહિમ અબડાના રહેણાંકમાં ગેરકાયદેસર રીતે ગાય(ગૌવંશ)નુ કતલ કરે છે જે હકીકત આધારે તપાસ કરતા એક રૂમમાં તપાસ કરતા એક ગૌ-વંશ પટમા કતલ કરેલી હાલતમા માંસના ટુકડા કંતાન પર પડેલ જોવામાં આવેલ તેમજ આંગણામાં ગૌ-વંશના અવશેષો પડેલ જોવામા આવેલ. જેથી વેટરનરી ડોકટરશ્રી પલક વૈધે આવી તપાસણી કરી આ ગાય(ગૌવંશ)નુ માંસ હોવાનુ જણાવેલ. જેથી મજકુર હાજર નહી મળી આવેલ આરોપીઓ ઉપર માધાપર પોલીસ સ્‍ટેશન ખાતે ગુનો રજીસ્‍ટર કરાવેલ છે.

કબ્‍જે કરેલ મુદામાલમાં  ગૌવંશનું માસ ૧૫૦ કિ.ગ્રા. કિ.રૂ.૧૫,૦૦૦/-, લાકડાનો ટુકડો, કોયથો નંગ, કુડાડી નંગ, નાની મોટી છરી નંગ -૦૩ , મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-, ચુટણી કાર્ડ, મકાનનુ ઓળખ કાર્ડ, કાળા કલરની ઝબલાઓનુ પેકેટ, ફોરવ્‍હીલર જીજે-૧૬-બીબી-૭૯૩૩ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- છે.(

(10:52 AM IST)