તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
ઇવનગરમાં ખેતરમાં માલ ઉતારી માંડવીના ઢગલામાં છૂપાવતી વેળાએ ઝડપાઇ ગયોઃ ૧૦ લાખનો દારૂ કબ્જેઃ જૂનાગઢના ૪ શખ્શો ફરારઃ પૂંઠાની પેટીઓમાં દારૂ મંગાવેલ

જૂનાગઢ તા.૧૬: ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા મયુર કરણા ભારાઇ, અરજણ ઉર્ફે રજાડી અમરાભાઈ વંશ, રામા દેવરાજ મોરી, કિરીટ ઉર્ફે કિડો ભગાભાઈ છેલાણા તથા મધુરમ વિસ્તારમાં રહેતો આલા સીદી રાડા ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેનું ઇવનગર ગામના ગેઇટ નજીક આવેલ લાખા કરશન ગરચરની વાડીમાં કટીંગ કરે છે જે હકિકત આધારે બાતમી હકિકતવાળી જગ્યા ઇવનગરથી અંદર આવેલ ખેતરમાં જાપલી વાટે અંદર આવતા પીક-અપ રજી નં. જીજે-૧૧-વીવી-૨૭૧૬ તથા છકડો રીક્ષા રજી નં.જીજે-૮-ઝેડ-૧૧૫રની પડેલ અને તેની બાજુમાં માંડવીના ભુકાનો ઢગલો જોવામાં આવેલ. ત્યાં એક ઇસમ હાજર હોય જે ઉપરોકત વાહનમાંથી પુઠાની પેટીઓ લઇ માંડવીના ભુકાના ઢગલામાં છુપાવતો જોવામાં આવતા જે ઇસમ પોલીસ તથા પંચોને જોઇ ખેતરમાં દોડીને ભાગવા જતા પાછળ દોડી પકડી ઉપરોકત વાહનો તથા માંડવીના ભુકાના ઢગલા પાસે લાવી જોતા વાહનોમાં તથા ઢગલામાં વિદેશી દારુ ભરેલ પુઠાની પેટીઓ પડેલ જોવામાં આવતા મુદામાલ કબ્જે કરી જૂનાગઢ તાલુકા પો.સ્ટે. પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરી છે.
(૧) મયુર કરણાભાઇ ભારાઇ, રબારી, ઉ.વ. ૨૬, ધંધો. ડ્રાઇવીંગ રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, ઘરમ અવેડા પાસે, સીટી બસ કોલોનીને ઝડપી લીધેલ છે.
જયારે હાજર નહિ મળેલ આરોપીઃ
(૨) કિરીટ ઉર્ફે કિડો ભગાભાઈ છેલાણા રહે. ગાંધીગ્રામ
(૩) રામા દેવરાજ મોરી રહે. ગાંધીગ્રામ
(૪) આલા સીદી રાડા રહે. મધુરમ વિસ્તાર
(૫) અરજણ ઉર્ફે રજાડી અમરાભાઈ વંશ રહે.ગાંધીગ્રામ ફરાર થયેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલમાં દારૂની નાની-મોટી બોટલ તથા બિયરના ટીન મળી કૂલ નંગ- ૩૮૭૬ કિ.રૂ ૧૦,૦૭,૭૬૦/-
(૨) અશોક લેલન કંપનીનું બડા દોસ્ત રજી નં. જીજે-૧૧-વીવી-૨૭૧૬ કિ.રૂ.૨,૫૦,૦૦૦/-
(૩) છકડો રિક્ષા રજી નંબર જીજે-૦૮-ઝેડ-૧૧૫૨ કિ.રૂ.૫૦,૦૦૦/-
(૪) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/-
(૫) તાલપત્રી નંગ-૨ કિ.રૂ.૦૦/-
કુલ કિ.રૂ.૧૩,૨૭,૭૬૦/-નો માલ છે.
સારી કામગીરી કરનારા પોલીસ અધિકારી/કર્મચારીઃ- ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કળણાલ એમ. પટેલ તથા પો. સબ ઇન્સ. ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. યશપાલસિંહ જાડેજા, પો.હે.કો. વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. ભુપતસિંહ સિસોદિયા, જેઠાભાઈ કોડીયાતર, ગવરાજસિંહ અહાડા તથા ડ્રા.પો.કોન્સ. હિતેષભાઈ જાદવ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
