<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં પાણીનું સ્તર વધતા કોઝ-વે બંધ કરાયો :પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા માટે પહોંચ્યાં: જે લોકોના ઘર પાણીમાં ડૂબ્યા છે તેમને ભોજન સહિતની વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા ઉપલબ્ધ કરાવાઈ

સુરેન્દ્રનગર પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા માટે પહોંચ્યાં હતા. જે લોકોના ઘર પાણીમાં ડૂબ્યા છે તેમને ભોજન સહિતની વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ સાથે જ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ભોગાવો નદી પરના તમામ કોઝ-વે બંધ કરી કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં સરેરાશ 7 ઈંચથી વધુ વરસાદથી નદી-નાળા બે કાંઢે વહી રહ્યાં છે.

(9:07 PM IST)