<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુખપરમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી

કચ્છના ૧.૧૯ લાખ ખેડૂત પરિવારોના ખાતામાં રૂ. ૨૩.૯૧ કરોડની સહાયનું વિતરણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ભીલડી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે ભુજ તાલુકાના સુખપર ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમજ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ વડાપ્રધાનના લાઇવ કાર્યક્રમમાં જોડાઈ મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું ઉદબોધન નિહાળ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક અને આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો જાહેર કર્યો હતો. આ અંતર્ગત દેશના ૯.૩૪ કરોડ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુ, જ્યારે ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના ૧.૧૯ લાખ ખેડૂત પરિવારોના ખાતામાં રૂ. ૨૩.૯૧ કરોડની સહાય જમા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, આગેવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(9:17 AM IST)