તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
કચ્છના સાંસદ વિનોદ ચાવડાના સાંસદ સંપર્ક સદન કાર્યાલયની મુલાકાતે કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ : સાંસદ વિનોદ ચાવડાના 12 વર્ષના લોકસેવા કાર્યોનો અહેવાલ નિહાળ્યો
સાંસદ સન્માન સંગ્રહાલય, લાઇબ્રેરી, સ્ટાફ બેઠક વ્યવસ્થા, સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ વિવિધ સરકારી વિભાગો સાથેના લોકકલ્યાણલક્ષી પત્રવ્યવહાર અંગેની કામગીરીની માહિતી મેળવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના ભુજ સ્થિત સાંસદ સંપર્ક સદન કાર્યાલય ખાતે ભારત સરકારના કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સાંસદશ્રી તથા કાર્યાલયના સ્ટાફ દ્વારા મંત્રીશ્રીનું આત્મીય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે સાંસદ સંપર્ક સદનની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં સાંસદ સન્માન સંગ્રહાલય, લાઇબ્રેરી, સ્ટાફ બેઠક વ્યવસ્થા, સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ વિવિધ સરકારી વિભાગો સાથેના લોકકલ્યાણલક્ષી પત્રવ્યવહાર અંગેની કામગીરીની માહિતી મેળવી હતી.
સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વર્ષ 2014થી આજદિન સુધીના 12 વર્ષ દરમિયાન હાથ ધરાયેલી વિકાસલક્ષી અને લોકકલ્યાણની કામગીરી, ફાળવાયેલી ગ્રાન્ટ, વિવિધ કાર્યક્રમો, લોકસંપર્ક પ્રવાસો તથા જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિતિ સહિતની કામગીરીનો અહેવાલ પણ મંત્રીશ્રીએ નિહાળ્યો હતો. આ પ્રસંગે ભૂપેન્દ્ર યાદવે કાર્યાલયના સ્ટાફ, આગેવાનો તથા ઉપસ્થિત મહાનુભાવો સાથે આત્મીય સંવાદ કરી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિ સંરક્ષણ માટે જનભાગીદારી વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોલ, ભીમજીભાઈ જોધાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર સહિત સ્ટાફગણ, આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત સૌહાર્દપૂર્ણ અને યાદગાર રહી હતી.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
