<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

સાવિત્રીબાઇ ફૂલે સીવણ કેન્દ્રમાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

સીવણનું પ્રશિક્ષણ પૂર્ણ કરેલ ૧૫ બહેનોને અભ્યાસ પૂર્ણ થતા પ્રમાણપત્ર વિતરણ કરાયું

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ડો હેડગેવાર સ્મારક સમિતિ -રાજકોટ - મોરબી શાખા દ્વારા મોરબી નગરના લાલબાગ ઉપનગરમાં પરશુરામ વસ્તીમાં ચાલતા સાવિત્રીબાઈ ફૂલે સીવણ કેન્દ્રમાં તા.15/06/26ને બુધવારના રોજ  સીવણનું પ્રશિક્ષણ પૂર્ણ કરેલ ૧૫ બહેનોને અભ્યાસ પૂર્ણ થતા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ.

   આ કાર્યક્રમમાં જિલ્લા સેવા પ્રમુખ ડૉ જયદીપ કંઝારિયા દ્વારા સેવાભારતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે માહિતી આપી હતી. અને આગામી સમયમાં બહેનોના જૂથ દ્વારા સ્વાવલંબન ની યોજન બનાવવા વિશે વાત કરી હતી . 

આ પ્રસંગે મોરબી નગરના સહ સેવા પ્રમુખ લલિતભાઈ પાંડે, સેવા કાર્યકર્તા હરિભાઈ સરડવા અને જયદીપભાઈ ભગત તથા સાવિત્રીબાઈ ફૂલે કેન્દ્રના કેન્દ્ર સંચાલક લતાબેન પાટડીયા તથા માધવ બાળ સંસ્કાર કેન્દ્રના આશાબેન પાટડીયા ઉપસ્થિત રહ્યા હતા અને પૂરા કાર્યક્રમનું સંચાલન સંત કબીર બાળ સંસ્કાર કેન્દ્ર ના સંચાલક જમનાબેન આર મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

(12:50 AM IST)