<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

કચ્છના પદમપર ગામે ૧૦૦ ફૂટ ઊંડા કૂવામાંથી યુવાનની લાશ મળતાં ચકચાર: આકસ્મિક મોત કે આપઘાત ?

ભચાઉ ફાયર ટીમે ભારે જોખમ વચ્ચે કૂવામાં ઉતરી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી : ૪ કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો : પોલીસે શરૂ કરી તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ :  કચ્છના રાપર તાલુકાના પદમપર ગામે ૧૦૦ ફૂટથી વધુ ઊંડા કૂવામાંથી ધનજી લખમણ નોર પટેલનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. રાત્રે આશરે ૧૦ વાગ્યે ઘટનાની જાણ થતાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં 30 ફૂટથી વધુ પાણી હોવાથી રેસ્ક્યુ કામગીરી મુશ્કેલ બની હતી. લાંબા સમયથી પાણીમાં રહેલા મૃતદેહની સ્થિતિ પણ કોહવાયેલી હતી. ફાયર ટીમે ભારે જોખમ વચ્ચે કૂવામાં ઉતરી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી અને ૪ કલાકની જહેમત બાદ ખાટલાની મદદથી મધરાતે ૩ વાગ્યાના અરસામાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલી આપ્યો છે. ગામના યુવાન ધનજીભાઈ પટેલ કૂવામાં કયા સંજોગોમાં પડ્યા અને ઘટના આકસ્મિક મોત છે કે આપઘાત, તે અંગે આડેસર પીઆઈ જે.બી. આચાર્ય સહિતની ટીમે તપાસ શરૂ કરી છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:37 AM IST)