તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
ચોમાસાની વિદાય પહેલા હળવા વરસાદી રાઉન્ડની શકયતા હવે નહીવત
આગામી દસ દિવસ સુધી રાજયમાં કયાંય પણ વરસાદી શકયતા રહેતી નથી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧ :.. આઇએમડીના ટેન ડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં થોડા દિવસ પૂર્વે ૩૦ સપ્ટેમ્બરથી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજયના અન્ય વિસ્તારોમાં હળવા વરસાદી રાઉન્ડની સંભાવના જોવા મળતી હતી. પણ આ મોડેલ મેપ્સ હોઇ તેમાં ફેરફારો થતા જ હોય છે. એ મુજબ હવે આજે માત્ર આંશિક સંભાવના બચી છે. આવતીકાલથી છેક દસમી ઓકટોબર સુધી ગુજરાત વરસાદ વિહીન અને સ્વચ્છ આકાશ જોવા મળશે મોડેલ ફોરકાસ્ટ મેપ્સના આ નવા પરીવર્તનથી ૩૦ સપ્ટેમ્બરથી ચાર દિવસ સુધી જે હળવા વરસાદી રાઉન્ડની શકયતા જાગી હતી હવે તેનો છેદ ઉડેલો જોવા મળે છે.
ગુજરાતમાં આગામી દસ દિવસ સુધી કોઇ જ વરસાદી ગતિવિધી જોવા મળતી નથી. આ સમય ગાળામાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ ચુકયુ હશે.
જો હવે કોઇ મજબુત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ નીચેના ભાગેથી પસાર થાય અથવા અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઇ નવી સીસ્ટમ ઉદ્્ભવે તો જ રાજયમાં વરસાદની ફરી નવી સંભાવના ઉજાગર થાય. જો કે એ વરસાદ ચોમાસાનો નહીં પણ માવઠાનો ગણાશે.
દસ દિવસ પૂર્વેની આગાહી એટલે લાંબા ગાળાની અર્થાત લોંગ ફોરકાસ્ટ મોડેલ મેપ્સની હોઇ, તેમાં ફેરફારો થવા સંભવ રહે છે. માત્ર બે-કે-ત્રણ દિવસ પૂર્વેની આગાહીને ધ્યાને લેવી જ સત્યથી નજીક રહેતી હોય છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
