<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

જાણીતા યાત્રાધામ ચોટીલા મંદિરમાં દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર: પૂનમ દિવસે વિશેષ વ્યવસ્થા

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી 8 થી 14 નવેમ્બર સુધી પગથિયાના ગેટ સવારે 3:30 કલાકે ખુલશે અને ચામુંડા માતાજીની મંગળા આરતી 4 વાગ્યે થશે. 15 થી 23 નવેમ્બર સુધી ગેટ સવારે 4:30 વાગ્યે ખુલશે અને આરતી 5 વાગ્યે યોજાશે

જાણીતા યાત્રાધામોમાંથી એક એવા ચોટીલા મંદિરમાં દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી આ ફેરફાર કરવામાં આવ્યો છે. 8 થી 14 નવેમ્બર સુધી સવારે 3:30 કલાકે પગથિયાના ગેટ ખુલશે. ત્યારબાદ સવારે 4 વાગ્યે ચામુંડા માતાજીની મંગળા આરતી થશે. જ્યારે 15-23 નવેમ્બર સવારે 4:30 વાગ્યે પગથિયાના ગેટ ખુલશે અને સવારે 5 વાગ્યે માતાજીની મંગળા આરતી યોજાશે.

 

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તહેવારમાં મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીનાં દર્શન કરવા માટે ચોટીલા જતા હોય છે. ભક્તો માતાજીનાં શાંતિથી દર્શન કરી શકે અને તેમને યોગ્ય અને સારી સુવિધા મળે માટે મંદિર ટ્રસ્ટ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા દર વર્ષે વ્યવસ્થાના સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે પણ યાત્રાળુઓ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન, ટ્રસ્ટ દ્વારા મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે.

 

 

માહિતી અનુસાર, 8 થી 14 નવેમ્બર દરમિયાન સવારે 3:30 કલાકે પગથિયાનાં ગેટ ખુલશે. ત્યારબાદ સવારે 4 વાગ્યે ચામુંડા માતાજીની મંગળા આરતી યોજાશે. જ્યારે 15 થી 23 નવેમ્બર સુધી સવારે 4:30 વાગ્યે પગથિયાનાં ગેટ ખુલશે અને સવારે 5 વાગ્યે માતાજીની મંગળા આરતી કરવામાં આવશે. 24 નવેમ્બરે કારતક સુદ પૂનમના પવિત્ર અવસરે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિવસે રાત્રે 1:30 વાગ્યે ગેટ ખુલશે અને 2 વાગ્યે આરતી થશે. જ્યારે સાંજની આરતી અને ભોજન પ્રસાદનો સમય યથાવત રાખવામાં આવ્યો છે. સવારે 11 થી બપોરે 12 વાગ્યા સુધી ભોજન પ્રસાદ મળશે.

(11:28 PM IST)