News of Tuesday, 29th September 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો : ખંભાળીયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ
ભાણખોખરી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. વરસાદના આગમનથી મગફળી સહિતના પાકને નવું જીવન મળવાની ખેડૂતોમાં આશા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટા આવ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ખંભાળિયા તાલુકાના ભાણખોખરી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો વરસાદના આગમનથી મગફળી સહિતના પાકને નવું જીવન મળવાની ખેડૂતોમાં આશા જાગી છે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેતરમાં રહેલા પાકને ફાયદો થવાની આશા જાગી છે .
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
