હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગરમાં ૭ વર્ષ બાદ ગુંજ્યો‘જય શ્રી રામ'નો નાદ : પોલીસ હેડક્વાર્ટર ખાતે ૨૫ ફૂટના રાવણનું દહન
SP પે્રમસુખ ડેલુના હસ્તે શુભારંભ, માત્ર ૪ કલાકમાં પોલીસ જવાનોએ બનાવ્યું વિશાળ પૂતળું: શસ્ત્ર પૂજન બાદ અસત્ય પર સત્યના વિજયનો સંદેશ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨૧: દશેરાના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એક ઐતિહાસિક અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. છેલ્લા ૭ વર્ષથી બંધ રહેલો રાવણદહનનો કાર્યક્રમ આ વર્ષે ફરી શરૂ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તે ૨૫ ફૂટના વિશાળ રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગરમાં વર્ષ ૨૦૧૯ પહેલા દર વર્ષે દશેરાના દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય રાવણદહનનું આયોજન થતું હતું. મોટી સંખ્યામાં પોલીસ પરિવાર અને શહેરીજનો ઉમટી પડતા હતા. પરંતુ કોરોના મહામારી અને વહીવટી કારણોસર ૨૦૧૯ પછી આ પરંપરા બંધ થઈ ગઈ હતી.
આ વર્ષે જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રેમસુખ ડેલુએ આ પરંપરાને ફરી જીવંત કરવાનો નિર્ણય કર્યો. તેમના માર્ગદર્શન હેઠળ માત્ર ૪ કલાકના ટૂંકા સમયગાળામાં પોલીસ લાઈનના કર્મચારીઓએ દિવસ-રાત મહેનત કરી ૨૫ ફૂટ ઊંચા રાવણનું પૂતળું તૈયાર કર્યું હતું.
સાંજના સમયે યોજાયેલા કાર્યક્રમમાં ASP, તમામ DYSP, તમામ PI, PSI અને મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ શષા પૂજનની પરંપરા નિભાવાઈ હતી, ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે રાવણદહનની વિધિ કરાઈ હતી.
SP પ્રેમસુખ ડેલુએ તીર મારીને રાવણમાં આગ લગાવતા જ આખું હેડક્વાર્ટર ‘જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. રાવણ સળગતા જ આકાશમાં ફટાકડાની આતશબાજી કરાઈ હતી, જેનાથી ઉપસ્થિત સૌમાં રોમાંચ છવાઈ ગયો હતો.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, દશેરો અનિષ્ટ પર ઈષ્ટના વિજયનું પ્રતીક છે. પોલીસ વિભાગ સતત સમાજમાંથી અસત્ય અને અનિષ્ટને દૂર કરવાનું કામ કરે છે. ૭ વર્ષ બાદ આ પરંપરા ફરી શરૂ કરવાથી પોલીસ પરિવારમાં એકતાનો ભાવ વધશે અને નવી પેઢી આપણી સંસ્કળતિ સાથે જોડાશે. તેમણે તમામ પોલીસ પરિવારને દશેરાની શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા હેડક્વાર્ટર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. માત્ર ૪ કલાકમાં ૨૫ ફૂટનો રાવણ બનાવવાની કામગીરીને સૌએ બિરદાવી હતી. આગામી વર્ષોમાં આ કાર્યક્રમને વધુ ભવ્ય સ્વરૂપે ઉજવવાની પણ જાહેરાત કરાઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
