તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
પોરબંદરના ગોસા બારા કાંઠેથી ૩૦.૬૭ લાખનું ચરસ બિનવારસુ ઝડપાયુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૯: ગોસાબારા કાંઠે ચરસના બિનવારસી ૧૦ પેકેટો વજન ૧ર,ર૭૦ કિલોગ્રામ, જેની કિંમત ૩૦,૬૭ લાખ મળી આવતા પોલીસે આ ચરસનો જથ્થો જપ્ત કરીને તપાસ શરૂ કરી છે.
રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયા તથા નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવીબંદર મરીન પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફના એએસઆઇ આર એમ ઓડેદરા તથા પી એન ભુવા નાઓ કોસ્ટ લાઈન ફુટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ગોસાબારા લેન્ડીંગ પોઈન્ટ દરિયા કિનારે એક બાચકામાં મારીઝુઆના/હસીસ નામનું ચરસના પેકેટ નંગ-૧૦ મળી આવતા આ બાબતે નવીબંદર પોલીસ ઇન્સપેક્ટરશ્રી તથા સ્ટાફના માણસો તથા સરકારી પંચોને સાથે રાખી કાર્યવાહી કરતા ગોસાબારા લેન્ડીંગ પોઈન્ટ દરિયા કિનારેથી કુલ મારીઝુઓના/હસીસ નામનું ચરસના પેકેટ નંગ-૧૦ વજન ૧૨ કિલો ૨૭૦ ગ્રામ કી.ર ૨૦,૬૭,૫૦૦/- (ત્રીસ લાખ સડસઠ હજાર પાંચસો પુરા) ના મુદ્દામાલ બિનવારસુ હાલતમાં મળી આવેલ.
આ બિનવારસુ ચરસ અંગે કાયદેસર કાર્યવાહી કરી એન.ડી.પી.એસ એક્ટ મુજબનો નાર્કોટીક એકટ ૧૯૮૫ ની કલમ કલમ-૮(સી),૨૦(બી),(ત્ત્) (સી),૨૨(સી), ૨૩(સી) મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે.
બિનવારસી ચરસ જથ્થો પકડવાની કાર્યવાહીમાં નવીબંદર મરીન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.આર.ચૌધરી સાહેબ તથા પોલીસ સ્ટાફ ના એ.એસ.આઇ પ્રવિણભાઈ નાગજીભાઈ ભુવા તથા રાયદેભાઈ મુરૂભાઈ ઓડેદરા તથા દેવાભાઈ એભાભાઈ ઓડેદરા તથા પો.હેડ કોન્સ અશોકભાઈ ગોવિંદભાઈ બાલસ તથા પો.કોન્સ કાનજીભાઈ રામદેભાઈ ધરસંડા તથા નિલેષભાઈ ચનાભાઈ ભૂતિયા તથા રાજુભાઈ બાલુભાઈ રાતિયા તથા ભીખુભા નારસંગભાઈ ચુડાસમા તથા સંજયભાઈ મનિષભાઈ જોડાયેલ હતા.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
