તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Friday, 22nd May 2026
જામનગર શહેરમાં અલગ અલગ જગ્યાએ ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ હાથ ધરતી એસ.ઓ.જી. શાખા
શહેરના મુખ્ય એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટો, ડ્રોપ-પીકઅપ પોઇન્ટો, ભીડભાડવાળા વિસ્તારો તેમજ નાર્કોટિક્સ માટે ઓળખવામાં આવેલ હોટસ્પોટ વિસ્તારોમાં સઘન ચેકિંગ

જામનગર :જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર ઉપર કડક રોક લગાવવા માટે ઉચ્ચ પોલીસ વિભાગ દ્વારા અપાયેલી સૂચનાઓના અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં પ્રવેશતા સ્થળો તેમજ જાહેર વિસ્તારોમાં નશાકારક પદાર્થો તથા અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્શો વિરુદ્ધ અસરકારક કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વધી રહેલા નાર્કોટિક્સના દુષણને નાબૂદ કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા નશીલા પદાર્થોને શોધી શકે તેવા ખાસ તાલીમબદ્ધ ડોગ્સ તૈયાર કરવામાં આવેલ છે. જામનગર જિલ્લા પોલીસને પણ નશીલા પદાર્થોને સૂંઘીને શોધી શકે તેવા “એલેકઝેન્ડર” તથા “સ્ટ્રાઈકર” નામના ડોગ્સ ફાળવવામાં આવેલ છે.
એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી ની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર તથા એ.વી. ખેર , એસ.ઓ.જી. સ્ટાફ, નાર્કોટિક્સ ડોગ્સ તથા ડોગ હેન્ડલર વિરભદ્રસિંહ જાડેજા અને વિજયદાન ગઢવીની ટીમ સાથે જામનગર શહેરના મુખ્ય એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટો, ડ્રોપ-પીકઅપ પોઇન્ટો, ભીડભાડવાળા વિસ્તારો તેમજ નાર્કોટિક્સ માટે ઓળખવામાં આવેલ હોટસ્પોટ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો તેમજ જાહેર સ્થળોએ ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેચાણ અને પરિવહન પર કડક નજર રાખવામાં આવી રહી છે તથા અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ ઉભો થાય તે હેતુસર સતત પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
જામનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રજાજનોને પણ અપીલ કરવામાં આવે છે કે નશીલા પદાર્થો સંબંધિત કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
