હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોટા દહીંસરામાં દારૂ બનાવવામાં વપરાયેલા કેમિકલ, ઈથેનોલ અને રો-મટિરિયલને FSLમાં મોકલાયા
ફરાર મુખ્ય સૂત્રધારને પકડવા એલસીબીની ૪ ટીમો મેદાને

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૦: મોરબી એલસીબી પીઆઈ એસ.પી. જાડેજાને મળેલી બાતમીના આધારે એલસીબી ટીમે મોટા દહીંસરા ગામે કળષ્ણનગર વિસ્તારમાં મકાનમાં ચાલતી નકલી વિદેશી દારૂ બનાવાની મીની ફેકટરી પર દરોડો પાડયો હતો. અહીંથી મહેશ કાંજીયા, કર્મરાજસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, વિક્કી ઉર્ફે કાનો સીંધવ અને વિક્રમભાઈ ધંધુકીયા નામના ૫ શખ્સોને રંગેહાથ ઝડપી લેવાયા હતા. આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ અજયસિંહ ભાવુભા જાડેજા રેડ દરમિયાન ફરાર થઈ ગયો હતો. તેને પકડવા પોલીસે ૪ અલગ-અલગ ટીમો બનાવી છે.
પીઆઈ એસ.પી. જાડેજાના જણાવ્યા અનુસાર આ સમગ્ર નેટવર્ક પાછળ આયોજનબદ્ધ પ્લાનિંગ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. રામદેવસિંહ ઝાલા અને અન્ય આરોપી અગાઉ મોરબી, કચ્છ અને જામનગરની જેલોમાં રહી ચૂકયા છે. ત્યાં તેમને અન્ય રાજ્યોના ગુનેગારો સાથે સંપર્ક થયો હતો. આ સંપર્કોનો ઉપયોગ કરીને તેમણે ડુપ્લીકેટ દારૂ બનાવવાની પ્રક્રિયા શીખી હતી. અલગ અલગ ટ્રાન્સપોર્ટ મારફતે રો-મટિરિયલ મંગાવીને થોડા દિવસ પહેલા જ આ ફેક્ટરીનું સેટઅપ ઉભું કરવામાં આવી રહ્યું હતું. પકડાયેલા પાંચ પૈકી ત્રણ આરોપી પર અગાઉ પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે.
આરોપીઓ કેમિકલમાંથી દારૂ બનાવી તેને બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કીની બોટલોમાં ભરતા હતા. દરોડા દરમિયાન ૨૩ જેટલી તૈયાર પેટીઓ પણ મળી આવી હતી. આરોપીઓએ ખાલી બોટલો અને પેકિંગ સામગ્રી ૨ થી ૩ દિવસ પહેલા જ મંગાવી હતી અને પેકિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું ત્યારે જ એલસીબી ત્રાટકી હતી. ફરાર આરોપી અજયસિંહ જાડેજા હાલ મોરબીના વાવડી રોડ પર રહેતો હતો અને દોઢ-બે વર્ષથી મોટા દહીંસરા ખાતેનું મકાન ખાલી કરી દીધું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
