તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
જામનગર સરકારી ડેન્ટલ કોલેજ ખાતે અદ્યતન ગર્લ્સ હોસ્ટેલનું ઈ-લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી
સંસ્થાની ૩૩૦ વિદ્યાર્થિનીઓ માટે ૧૬૫ રૂમ ધરાવતી સુવિધાસભર G+7 હોસ્ટેલની મળી ભેટ

જામનગર, તા.૨૬: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત કાર્યરત સરકારી ડેન્ટલ કોલેજ, જામનગર ખાતે વિદ્યાર્થિનીઓ માટે અંદાજે રૂ.૨૬ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અદ્યતન નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ આરોગ્ય વિભાગના ગાંધીનગર ખાતેના ઉચ્ચ અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
વર્ષ ૧૯૯૧માં સ્થપાયેલી સરકારી ડેન્ટલ કોલેજ ખાતે હાલ તાાતકના ૧૨૫ તેમજ અનુતાાતકના વિદ્યાર્થીઓના અભ્યાસ અને એડમિશનને ધ્યાને રાખીને, જામનગર જિલ્લાના વરિષ્ઠ નેતાશ્રીઓના સઘન પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કુલ ૧,૨૧,૧૮૧ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં પથરાયેલી G + 7 માળની આ આધુનિક બિલ્ડીંગમાં ૧૬૫ રૂમો બનાવવામાં આવ્યા છે, જેમાં ૩૩૦ વિદ્યાર્થિનીઓ રહી શકશે. આ હોસ્ટેલમાં દરેક રૂમમાં જરૂરી ફર્નિચર, બે હાઇ-સ્પીડ લિફ્ટ, સેન્ટ્રલ આર.ઓ. પ્લાન્ટ, સુસજ્જ મેશ, લોન્ડ્રી, વેટિંગ એરિયા, રેક્ટર ક્વાર્ટર, ર્પાકિંગ તેમજ સુરક્ષા માટે અદ્યતન ફાયર સેફ્ટીની સુવિધાઓ સુનિヘતિ કરવામાં આવી છે. આ નવીન હોસ્ટેલથી વિદ્યાર્થિનીઓને સુરક્ષિત, સુવિધાયુક્ત અને શૈક્ષણિક વાતાવરણને અનુરૂપ આવાસ સુવિધા પ્રાપ્ત થશે, જે સંસ્થાના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવાની સાથે તબીબી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, શહેર પ્રાંત અધિકારી એસ.ડી.બારડ વગેરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના માર્ગદર્શન અને સહયોગથી આકાર પામેલી આ આધુનિક ગર્લ્સ હોસ્ટેલ સરકારી ડેન્ટલ કોલેજ, જામનગરના શૈક્ષણિક વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિホ બની રહેશે. કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના ડીન ડો.નયના પટેલ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને તમામ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહેલા મહાનુભાવો તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
