<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

અમરેલીના ચતુરી ગામે સિંહણ દ્વારા બાળક પર હુમલો:સ્થાનિક ગ્રામજનોમાં સિંહણ સામે ભારે ફફડાટ અને રોષ

એક ૫ વર્ષનું બાળક તેના દાદા સાથે જઈ રહ્યું હતું, તે દરમિયાન અચાનક સિંહણે હુમલો કરીને બાળકને ખેંચી ગઈ

અમરેલીના ચતુરી ગામે સિંહણ દ્વારા બાળક પર હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક ૫ વર્ષનું બાળક તેના દાદા સાથે જઈ રહ્યું હતું, તે દરમિયાન અચાનક સિંહણે હુમલો કરીને બાળકને ખેંચી ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટના બાદ વન વિભાગને જાણ કરવામાં આવતા વિભાગ દ્વારા બાળકને શોધવા માટે તાત્કાલિક શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનામાં સિંહ દ્વારા માનવ પર હુમલાની આ ત્રીજી ઘટના બનતા સ્થાનિક ગ્રામજનોમાં સિંહણ સામે ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર બની રહેલી આવી ઘટનાઓને પગલે વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

(12:01 AM IST)