News of Sunday, 20th September 2026
મોરબીના સિદ્ધિ વિનાયક પાર્કના ગણેશ ઉત્સવમાં બાળાઓએ નવદુર્ગા સ્વરૂપે ઉતારી આરતી.
નવદુર્ગાના મનમોહક સ્વરૂપોને જોઈને જાણે સાક્ષાત નવદુર્ગા માતા ગજાનન ગણપતિની આરતી કરવા પધાર્યા હોય તેવા દિવ્ય દ્રશ્યો સર્જાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક પાર્ક સ્થિત કસ્તુરી ટ્વિન-B એપાર્ટમેન્ટમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં અદભુત અને ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. અહીં ગણેશ મહોત્સવ દરમિયાન સોસાયટીની નાની અને મોટી બાળાઓએમાતાજીના અલગ-અલગ 9 સ્વરૂપો (નવદુર્ગા) ધારણ કરી આરતી કરી હતી.
બાળાઓએ ધારણ કરેલા આ નવદુર્ગાના મનમોહક સ્વરૂપોને જોઈને જાણે સાક્ષાત નવદુર્ગા માતા ગજાનન ગણપતિની આરતી કરવા પધાર્યા હોય તેવા દિવ્ય દ્રશ્યો સર્જાયા હતા. આ અલૌકિક અને ભક્તિમય નજારો જોઈને ઉત્સવમાં ઉપસ્થિત તમામ ભાવિકો ભાવવિભોર બની ગયા હતા.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
