તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણાની મહીસાગરમાં બદલી
તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ચોટીલા, સાયલા, થાનગઢ અને મૂળી તાલુકામાં કડક કાર્યવાહી કરીને અબજો રૂપિયાની ગેરકાયદે ખનીજચોરી ઝડપી પાડી હતી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણાની મહીસાગર જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ચોટીલા, સાયલા, થાનગઢ અને મૂળી તાલુકામાં કડક કાર્યવાહી કરીને અબજો રૂપિયાની ગેરકાયદે ખનીજચોરી ઝડપી પાડી હતી. તેમની આ નિષ્પક્ષ અને કડક કામગીરીને કારણે ખનીજ માફિયાઓ માટે તેઓ આંખના કણા સમાન બન્યા હતા અને તેમની બદલી કરાવવા રાજકીય આકાઓ તથા ખનીજ માફિયાઓ સતત મથામણ કરી રહ્યા હતા. અંતે તેમની બદલી થઇ છે
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
