તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
જામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો આયોજીત રક્તદાનયજ્ઞમાં નાગરિકોએ ઉત્સાહભેર કર્યું રકતદાન
રાજ્યના પૂર્વ મંત્રી સ્વ.બાબુભાઈ લાલની પૂણ્યતિથિના દિવસે વર્ષોથી યોજાતા માનવ સેવાના યજ્ઞમાં આ વખતે પણ ચૂંટાયેલા પ્રતિનિધીઓ, રાજકિય અગ્રણીઓ, વેપાર - ઉધોગ ક્ષેત્રના આગેવાનો, સામાજીક અગ્રણીઓ વિગેરેની ઉપસ્થિતી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૯: જામનગર શહેરના પ્રતિષ્ઠિત પરિવારના ટ્રસ્ટો શ્રી એચ.જે.લાલ (બાબુભાઈ લાલ ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સ્વ.હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ની પુણ્યતિથી પ્રસંગે પરંપરાગત રીતે વર્ષોથી રકતદાન યજ્ઞની માનવ સેવા પ્રવૃતિ નિયમીત રીતે કરવામાં આવે છે.
શુક્રવારે શહેરમાં પંચેશ્વર ટાવર પાસે મોદી લોહાણા મહાજનવાડી ખાતે આયોજન કરાયેલ રકતદાન યજ્ઞમાં ૧૩૬ નાગરિકોએ માનવ સેવાના યજ્ઞમાં સહભાગી બનીને રકતદાન કર્યું હતું.
આ રકતદાન યજ્ઞ જેમની સ્મૃતિમાં આયોજીત કરાયેલો તે રાજયના પૂર્વ મંત્રી દિવંગત શ્રી હરિદાસ (બાબુભાઈ) લાલના નિકટના સાથી એવા રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્યશ્રી રાધવજીભાઈ પટેલ જૂના સંબંધોની સ્મૃતિ વાગોળવા માટે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દિપપ્રાકટય ધારાસભ્યશ્રી રાધવજીભાઈ પટેલ તેમજ લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી જીતુભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ તથા ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગત શુક્રવારે અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓ કરતી સાથે સામાજીક- શૈક્ષણિક અને પર્યાવરણ ક્ષેત્રે સતત કાર્યશીલ શ્રી હરિદાસ જીવણદાસ લાલ (ભાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન આયોજીત આ રક્તદાન કેમ્પમાં શહેરના કોર્પોરેટરો, વેપારી સંસ્થાઓ તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓના પદાધિકારીઓ અને આગેવાનો, પ્રિન્ટ મીડીયા અને ઈલેક્ટ્રોનીક મીડીયાના પત્રકારો તથા લાલ પરિવારના શુભેચ્છકો અને મિત્રો વગેરે માનવસેવાના આ યજ્ઞમાં સાક્ષી બન્યા હતાં.
આ રક્તદાન યજ્ઞ શહેરની જી.જી.જી.હોસ્પિટલના સહકારથી યોજાયો હતો અને બન્ને ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ લાલે જી.જી.જી.હોસ્પિટલના ડોકટરશ્રીઓ અને સ્ટાફનો તેમજ ઉપસ્થિત સર્વે રક્તદાતાઓનો આભાર માન્યો હતો
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
