<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

જામનગરમાં આગામી દિવસોમાં "બકરી ઈદ" ના તેહવાર સંદર્ભે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

પી.આઇ. વી.બી. ડોડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ: હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

 જામનગર શહેરમાં આગામી તા. ૨૮.૦૫.૨૦૨૬ ના રોજ બકરી ઇદનો તહેવાર આવી રહ્યો હોય જેને લઇને જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સિમિતની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
 સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. વિપુલસિંહ ડોડીયાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી. આ બકરી ઇદના તહેવારની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.આઇ. વિપુલસિંહ ડોડીયા દ્વારા અપીલ કરાઇ હતી. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયામાં અફવા થી દુર રેહવું તથા કોઇ અનિચ્છનીય બનાવ 'ન' બને તે માટે તકેદારી રાખવા અને જો કોઇ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ શાંતિ મિટિંગમાં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જામનગરની જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડ ના પ્રમુખ હાજી અબ્દુલરશીદભાઇ લુશવાલા (ગુડલક), મુસ્લિમ સમાજની મહિલા અગ્રણી અને નગરસેવિકા સહારાબેન મકવાણા, મુસ્લિમ સમાજના પ્રમુખ જુમ્માભાઇ ખફી, રઉફભાઇ ગડકાઇ, મુસ્તાકભાઇ ખફી, વકીલ ગોરી, જીગરભાઇ રાવલ તથા દિપેશભાઇ કણજારિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બકરી ઈદ ના તહેવારમાં કોમી એકતા અને સદભાવના ના માહોલમાં ઉજવણી થાય તે માટે સૌએ સહમતિ દર્શાવી હતી.

(12:27 AM IST)