તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે ઘર્ષણ: ગાર્ડને ઈજા
ICUમાં દાખલ વૃદ્ધાની તબિયત વધુ લથડતાં તેમના બે પૌત્રો તેમને મળવા આવ્યા પરન્તુ સિક્યુરિટી ગાર્ડે તેમને રોકતાં બોલાચાલી:દર્દીઓને મળવાનો સમય સાંજે 4થી 6 વાગ્યા સુધીનો હોવા છતાં પ્રવેશ ન મળતાં મામલો ઉગ્ર બન્યો

ભાવનગરની સર ટી. હોસ્પિટલની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે ઘર્ષણ થતાં હોબાળો મચ્યો હતો. ICUમાં દાખલ વૃદ્ધાની તબિયત વધુ લથડતાં તેમના બે પૌત્રો તેમને મળવા માટે દોડી આવ્યા હતા, પરંતુ ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે તેમને રોકતાં બોલાચાલી થઈ હતી. હોસ્પિટલમાં દર્દીઓને મળવાનો સમય સાંજે 4થી 6 વાગ્યા સુધીનો હોવા છતાં પ્રવેશ ન મળતાં મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન એક યુવકે સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારતાં તે નજીકના કાચના દરવાજા સાથે અથડાયો હતો અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
