તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
કલ્યાણપુર તાલુકા પંચાયતમાં કલાર્ક ૩ હજારની લાંચ લેતા ઝડપાયો
ફરીયાદીના ગામ નમુના નં. ૭ માં તગાવીનું લેણું બાકી નથી તેવુ પ્રમાણપત્ર આપવા રવિ ભરાડીયાએ રૂપીયા માંગતા એસીબીના હાથે ઝડપાઇ ગયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૪: કલ્યાણપુર તાલુકા પંચાયત કચેરીનો કલાકૈ રવિ ભરાડીયા૩ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો છે.
ફરીયાદી - એક જાગળત નાગરીકે રવિ મનસુખભાઇ ભરાડીયા ઉ.વ-૩૪ ધધો નોકરી, જુનીયર ક્લાર્ક, તાલુકા પંચાયત કચેરી કલ્યાણપુર વર્ગ-૩ હાલ રહે. શ્રીજી કોમ્પલેક્સ રૂમ નં ૩૦૮કલ્યાણપુર ગેઇટની સામે, તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકા તેમજ રહે. નવા થોરાળા ક્રિષ્નાપાર્ક સોસાયટી, શેરી નં ૦૧, રસીલાબેન ભરાડીયાના મકાન તા.જી. રાજકોટ મુળ રહે. કુળદેવી ક્રુપા ન્યુ બસ સ્ટેન્ડની સામે ઉપલેટા જી.રાજકોટ ફરીયાદ કરી હતી.
જેથી એસીબી ટીમે ફરીયાદીશ્રીની ઓફીસ, કલ્યાણપુર મામલતદાર કચેરી સામે, કલ્યાણપુર, તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા ખાતે છટકુ ગોઠવીને આ કામના ફરીયાદી તેઓના અસીલોની ખેતીની જમીનમા સરકારનું ગામ નમુના નં-૭ મા તગાવીનું લેણુ બાકી નથી તેવુ પ્રમાણપત્ર તાલુકા પંચાયત કચેરી ખાતેથી મેળવવાનું હોય જેમા આ કામના આક્ષેપિતએ ફરીયાદી પાસેથી તેમના અસીલોની ખેતીની જમીનમા તગાવીનું લેણુ બાકી નથી તેવુ પ્રમાણપત્ર સમયસર કાઢી આપવા રૂપીયા ૧૦૦૦/- લાંચના નક્કી કરેલ હતા અને ફરીયાદીને ત્રણ તગાવીનું લેણુ બાકી નથી તેવા પ્રમાણપત્ર કાઢી આપેલ જેના લાંચના રૂપીયા ૩૦૦૦/- ની માંગણી કરતા ફરીયાદીએ આજરોજ આપવા વાયદો કરેલ પરંતુ ફરીયાદીશ્રી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય, જેથી ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ ફરીયાદીશ્રીની ઓફીસ, કલ્યાણપુર મામલતદાર કચેરી સામે, કલ્યાણપુર, તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીત ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૩૦૦૦/- લેતા ઝડપાઇ ગયો છે.
ટ્રેપીંગ અધિકારી એસ.આઇ.મંધરા, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દેવભુમિ દ્રારકા તથા એ.સી.બી.સ્ટાફ સુપરવિઝન અધિકારી જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ. ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ. એ કામગીરી કરી છે
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
